પ્રોડક્ટ અને રેટ
પ્રોડક્ટ, સર્વિસ અને ભાવ
તમે જે વેચો છો તે તમારા રોજના ભાવ સાથે સેવ કરો. પછી કોટેશનમાં ભાવ જાતે આવી જાય છે, અને કોઈ પણ કોટેશન પર તમે હજી બદલી શકો.
2 મિનિટ વાંચો · 2 સ્ટેપ
સ્ટેપ 1
તમારા ભાવ એક વાર સેટ કરો
સેટઅપમાંથી આવેલી આઇટમનો કોઈ ભાવ નથી. “Set your rates” કાર્ડમાં તે બધી આવે છે, જેથી ઘણા ભાવ એક સાથે ભરી શકો.
- 1મેનુ ખોલો, પછી “Products & services”
- 2દરેક આઇટમની સામે તમારો ભાવ લખો
- 3“Save rates” દબાવો
સૂચન: દરેક કામમાં ભાવ બદલાતો હોય તો ખાલી રાખો; દરેક કોટેશન પર લખી દેજો.

સ્ટેપ 2
આઇટમ ઉમેરો
જે વારંવાર કોટ કરો છો તે ઉમેરો: સર્વિસ, મટીરિયલ કે પેકેજ.
- 1“Add item” દબાવો અને નામ લખો
- 2“Rate × quantity” કે “Fixed amount” પસંદ કરો
- 3તમારો ભાવ, યુનિટ અને GST રેટ લખો
- 4HSN/SAC કોડ વાપરતા હો તો ઉમેરો, પછી “Add item” દબાવો

વારંવાર પૂછાતા પ્રશ્નો
ભાવ બદલું તો જૂનાં કોટેશન બદલાય?
ના. મોકલેલાં કોટેશન અને ઇન્વૉઇસમાં જે ભાવથી બન્યાં તે જ રહે છે.
હવે ન આપતા હોઈએ તે આઇટમ કેવી રીતે છુપાવવી?
તે ખોલો અને “Show in the item list on quotations and invoices” નું ટિક કાઢો.